LIC Recruitment 2024: લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં 200+ ખાલી જગ્યાઓ પર નવી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.
LIC Recruitment 2024 | Life Insurance Corporation of India Recruitment 2024
સંસ્થા/વિભાગનું નામ | લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન |
પદોના નામ | આસિસ્ટન્ટ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 14 ઓગસ્ટ 2024 |
ઓફિશિયલ વેબસાઈટ | https://www.lichousing.com/ |
મહત્વની તારીખો:
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ભરતીની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નોટિફિકેશન 25 જુલાઈ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીની અરજી કરવાની શરૂવાત 25 જુલાઈ 2024 ના રોજથી થઈ ચુકેલ છે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવેલ છે.
નોકરીનું સ્થળ:
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ભરતીની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઓલ ઇન્ડિયા નોકરી હોવાથી નોકરીનું સ્થળ ગુજરાત અથવા ભારતના કોઈ અન્ય રાજ્યમાં રહેશે.
પદોના નામ:
ભારતીય જીવન વીમા નિગમ દ્વારા જુનિયર આસિસ્ટન્ટના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
ભારતીય જીવન વીમા નિગમ દ્વારા જુનિયર આસિસ્ટન્ટની કુલ 200 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ:
ભારતીય જીવન વીમા નિગમની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને માસિક 32,400 થી 35,400 રૂપિયા સુધી વેતન ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ આ ભરતીમાં વાર્ષિક પગાર રૂપિયા 3,88,800 થી લઇ 4,22,400 સુધી રહેશે.
વયમર્યાદા:
ભારતીય જીવન વીમા નિગમની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 21 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારના નિયમો મુજબ આ ભરતીમાં આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા:
LICની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન પરીક્ષા તથા ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
LICની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક માંગવામાં આવેલ છે. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.
અરજી ફી:
લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ભરતીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના અરજદારોએ રૂપિયા 800 અરજી ફી ચુકાવવાની રહેશે.
અરજી પ્રક્રિયા:
- LICની આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે જેની લિંક www.lichousing.com છે.
- આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે માંગવામાં આવેલ તમામ જરૂરી માહિતી જેવી કે પૂરું નામ, જાતિ, માતાનું નામ, પિતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, ભણતરની માહિતી વગેરે વિગતો ભરો.
- હવે માંગવામાં આવેલ ફૉર્મટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી અરજી ફી ચૂકવો.
- હવે અરજી જમા કરો તથા ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ત્યારે આ અરજી ફોર્મની જરૂર પડશે એટલા માટે ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
હાલમાં ચાલતી નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય વાંચો:
- ગાંધીનગર મહાનગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગુજરાતની સરકારી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગુજરાતની નગરપાલિકામાં ડ્રાઈવર તથા અન્ય પદ પર સીધી ભરતી જાહેર
- ખેતી બેંકમાં ધોરણ-10 પાસથી લઈ તમામ માટે કુલ 235+ ખાલી જગ્યાઓ પર સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ગુજ્જુ લાઈવના હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: તમામ માહિતી જાહેરાતમાં વાંચ્યા બાદ, જો કોઈ પ્રશ્ન હોય તો સંસ્થા/વિભાગનો સંપર્ક કર્યા બાદ અરજી કરવા વિનંતી. અહીં આપવામાં આવેલ માહિતીમાં કોઈ ત્રુટિ પણ હોઈ શકે છે.