Kheti Bank Recruitment 2024: ખેતી બેંકમાં ધોરણ-10 પાસથી લઈ તમામ માટે કુલ 235+ ખાલી જગ્યાઓ પર સીધી ભરતી જાહેર

Kheti Bank Recruitment 2024: ખેતી બેંકમાં ધોરણ-10 પાસથી લઈ તમામ માટે કુલ 235+ ખાલી જગ્યાઓ પર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.

Kheti Bank Recruitment 2024 | The Gujarat State Co-Operative Agricultural and Rural Development Bank Recruitment 2024

સંસ્થા/વિભાગનું નામગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ
પદોના નામવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ16 ઓગસ્ટ 2024
ઓફિશિયલ વેબસાઈટhttps://khetibank.org/

મહત્વની તારીખો:

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નોટિફિકેશન 25 જુલાઈ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીની અરજી કરવાની શરૂવાત 25 જુલાઈ 2024 ના રોજથી થઈ ચુકેલ છે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવેલ છે.

નોકરીનું સ્થળ:

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માટે નોકરીનું સ્થળ ગુજરાત રાજ્યમાં જ રહેશે.

પદોના નામ:

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ દ્વારા નીચે મુજબના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

આસિસ્ટન્ટ જનરલ મેનેજર મેનેજર
આસિસ્ટન્ટ મેનેજર આસિસ્ટન્ટ મેનેજર (આઈ.ટી)
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-એ ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-બી
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)

ખાલી જગ્યા:

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ દ્વારા ચાલી રહેલ ભરતીમાં કયાં પદ પર કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામખાલી જગ્યા
આસિસ્ટન્ટ જનરલ મેનેજર 04
મેનેજર 22
આસિસ્ટન્ટ મેનેજર 01
આસિસ્ટન્ટ મેનેજર (આઈ.ટી)05
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-એ 50
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-બી60
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)20
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)75
કુલ ખાલી જગ્યા237

પગારધોરણ:

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવેલપમેન્ટ બેંકની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા વેતન ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
આસિસ્ટન્ટ જનરલ મેનેજર રૂપિયા 75,000
મેનેજર રૂપિયા 30,000
આસિસ્ટન્ટ મેનેજર રૂપિયા 25,000
આસિસ્ટન્ટ મેનેજર (આઈ.ટી)રૂપિયા 25,000
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-એ રૂપિયા 19,000
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-બીરૂપિયા 18,000
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)રૂપિયા 17,000
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)રૂપિયા 15,500

વયમર્યાદા:

ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવેલપમેન્ટ બેંકની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ જે 32 વર્ષ, 35 વર્ષ તથા 40 વર્ષ સુધી છે.

પસંદગી પ્રક્રિયા:

ખેતી બેંકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી અમુક પોસ્ટ માટે લેખિત તથા મૌખિક પરીક્ષાને આધારે તો અમુક પોસ્ટ માટે ફક્ત મૌખિક પરીક્ષાનેઆધારે કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

ખેતી બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ જનરલ મેનેજર સી.એ
મેનેજર એમ.બી.એ (એચ.આર)
આસિસ્ટન્ટ મેનેજર એમ.બી.એ
આસિસ્ટન્ટ મેનેજર (આઈ.ટી)કોમ્પ્યુટર એન્જીનીયર અથવા સોફ્ટવેર એન્જીનીયર અથવા એમ.સી.એ
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-એ સ્નાતક તથા પી.જી.ડી.સી.એ/ડી.સી.એ/ડી.સી.એસ/સી.સી.સી
ફ્રન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-બીસ્નાતક તથા પી.જી.ડી.સી.એ/ડી.સી.એ/ડી.સી.એસ/સી.સી.સી
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)ધોરણ-10 પાસ
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)ધોરણ-10 પાસ

અરજી ફી:

ખેતી બેંકની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના અરજદારોએ અરજી ફી ચુકાવવાની રહેશે. ડ્રાઈવર તથા પટાવાળાના અરજી ફી 150 રૂપિયા રાખવામાં આવેલ છે જયારે અન્ય તમામ પોસ્ટ માટે અરજી ફી 300 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે. આ અરજી ફી તમે જાહેરાતમાં આપેલ ક્યુ.આર કોડના માધ્યમથી ચૂકવી શકો છો.

અરજી પ્રક્રિયા:

  • ખેતી બેંક ની આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે જેની લિંક www.khetibank.org છે.
  • અહીં તમને જાહેરાત જોવા મળી જશે તેમાં તમે અરજી કરવા લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાશો.
  • જો તમે અરજી કરવા માટેની લાયકાત ધરાવો છો તો જાહેરાતની નીચે તમને અરજી ફોર્મ જોવા મળી જશે એની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ અરજી ફોર્મમાં માંગવામાં આવેલ તમારી સંપૂર્ણ વિગતો ભરી દો તથા જરૂરી દસ્તાવેજો આ અરજી ફોર્મ સાથે જોડી દો.
  • હવે આ અરજી ફોર્મ ને ઇન્ડિયા પોસ્ટ ના માધ્યમથી ખેતી બેંકના સરનામે મોકલી દો.
  • અરજી કરવાનું સરનામું – Ethos Hr Management & Project Pvt Ltd., Ethos, Ornet Arcade, 101-102, opp. ઓરા ગાર્ડન, સીમાંધ્રા જૈન મંદિર પાસે, સુમેરુ, બડકદેવ, અમદાવાદ, ગુજરાત 380054 રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ગુજ્જુ લાઈવના હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment