MVY Gujarat Recruitment 2024: મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.
MVY Gujarat Recruitment 2024 | Mission Vatsalya Yojana Gujarat Recruitment 2024
સંસ્થા/વિભાગનું નામ | મિશન વાત્સલ્ય યોજના |
પદોના નામ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | 21 ઓગસ્ટ 2024 |
ઓફિશિયલ વેબસાઈટ | https://gscps.gujarat.gov.in/ |
મહત્વની તારીખો:
મિશન વાત્સલ્ય યોજના ભરતીની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નોટિફિકેશન 10 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીમાં તમારે કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેશે નહિ પરંતુ નોકરી મેળવવા માટે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂનીતારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ જવાનું રહેશે.
નોકરીનું સ્થળ:
મિશન વાત્સલ્ય યોજના ભરતીની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માટે નોકરીનું સ્થળ ગુજરાત રાજ્યમાં જ રહેશે.
અરજી ફી:
મિશન વાત્સલ્ય યોજના ભરતીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના અરજદારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેશે નહિ તેથી લાયકાત ધરાવતા તમામ લોકોથી નિઃશુલ્ક અરજી જમા કરાવી શકાશે.
પદોના નામ:
મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત કાઉન્સેલર, રસોઈયા, હેલ્પર કમ નાઈટ વોચમેન તથા હાઉસ કીપરના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.
વયમર્યાદા:
આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 21 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કરારના આધારે કરવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કાઉન્સેલરના પદ માટે સામાજિક કાર્ય, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, જાહેર આરોગ્ય, કાઉન્સેલિંગમાં કોઈપણ એકમાં સ્નાતક અથવા કાઉન્સેલિંગ કમ્યુનિકેશનમાં પીજી ડિપ્લોમા કરેલું હોવું જરૂરી છે જયારે રસોઈયા, હેલ્પર કમ નાઈટ વોચમેન તથા હાઉસ કીપરના પદ પર અરજી કરવા માટે ધોરણ-10 પાસ કરેલું હોવું જરૂરી છે. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.
પગારધોરણ:
આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા વેતન ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
કાઉન્સેલર | રૂપિયા 18,536 |
રસોઈયા | રૂપિયા 12,026 |
હેલ્પર કમ નાઈટ વોચમેન | રૂપિયા 11,767 |
હાઉસ કીપર | રૂપિયા 11,767 |
ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:
આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 21 ઓગસ્ટ 2024 સવારે 10:00 થી 11:30 કલાકે છે. તથા ઇન્ટરવ્યૂનું સ્થળ – સરકારી બાળ સંભાળ ગૃહ, શક્તિ નગર સોસાયટી, પરબડા રોડ, મહેતાપુરા, હિંમતનગર, જિલ્લો- સાબરકાંઠા ખાતે રહેશે.
હાલમાં ચાલતી નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય વાંચો:
- લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં 200+ ખાલી જગ્યાઓ પર નવી ભરતી જાહેર
- ગાંધીનગર મહાનગરપાલિકામાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગુજરાતની સરકારી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગુજરાતની નગરપાલિકામાં ડ્રાઈવર તથા અન્ય પદ પર સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
ગુજ્જુ લાઈવના હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: તમામ માહિતી જાહેરાતમાં વાંચ્યા બાદ, જો કોઈ પ્રશ્ન હોય તો સંસ્થા/વિભાગનો સંપર્ક કર્યા બાદ અરજી કરવા વિનંતી. અહીં આપવામાં આવેલ માહિતીમાં કોઈ ત્રુટિ પણ હોઈ શકે છે.