PGVCL Recruitment 2024: પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ધોરણ-10 પાસ લાઇનમેન માટે ભરતી જાહેર

PGVCL Recruitment 2024: પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ધોરણ-10 પાસ લાઇનમેન માટે ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.

PGVCL Recruitment 2024 | Paschim Gujarat Vij Company Limited Recruitment 2024

સંસ્થા/વિભાગનું નામપશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ
પદોના નામલાઇનમેન
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ10 થી 12 સપ્ટેમ્બર 2024
ઓફિશિયલ વેબસાઈટhttps://www.pgvcl.com/

મહત્વની તારીખો:

પશ્ચિમ ગુજરાત વીજ કંપની ભરતીની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નોટિફિકેશન 14 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીમાં તમારે કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેશે નહિ પરંતુ નોકરી મેળવવા માટે ઉમેદવારોએ શારીરિક સક્ષમતા કસોટીની તારીખે નજીકના સેન્ટર ખાતે રૂબરૂ જવાનું રહેશે.

નોકરીનું સ્થળ:

પશ્ચિમ ગુજરાત વીજ કંપની ભરતીની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ નોકરીનું સ્થળ ગુજરાતના વિવિધ સ્થળોમાં રહેશે.

અરજી ફી:

PGVCLની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના અરજદારોએ કોઈપણ અરજી ફી ચુકાવવાની રહેશે નહિ.

પદોના નામ:

પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા લાઈનમેન (એપ્રેન્ટિસ) ના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા લાઈનમેન (એપ્રેન્ટિસ)ની કુલ 668 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં ફક્ત પુરુષ ઉમેદવારો જ ભાગ લઈ શકશે. કેટેગરી અનુસાર તથા સેન્ટર અનુસાર ખાલી જગ્યાની માહિતી તમે જાહેરાતમાંથી મેળવી શકો છો.

પગારધોરણ:

PGVCLની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને ભારતીય બંધારણના એપ્રેન્ટિસ એક્ટ મુજબ સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

PGVCLની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારના નિયમો મુજબ આ ભરતીમાં આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

PGVCLની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી શારીરિક સક્ષમતા કસોટી દ્વારા કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

PGVCLની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોઈપણ ધોરણ-10 પાસ તથા આઈટીઆઈ માંગવામાં આવેલ છે. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.

અરજી પ્રક્રિયા:

  • આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે જેની લિંક www.pgvcl.com છે.
  • આ વેબસાઈટ પર ગયા પછી “રિક્રુટમેન્ટ” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સામે જાહેરાતનો ડાઉનલોડ ઓપ્શન જોવા મળી જશે એના ઉપર ક્લિક કરો જાહેરાત ડાઉનલોડ કરી તમે અરજી કરવા માટેની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસી લો.
  • જો તમે લાયકાત ધરાવો છો તો જાહેરાતમાં આપેલ વિવિધ પરીક્ષા સ્થળોમાંથી તમારા નજીકના પરીક્ષા સ્થળે જરૂરી ડોક્યુમેન્ટ સાથે પરીક્ષાની તારીખે હાજર રહો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

હાલમાં ચાલતી નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય વાંચો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
ગુજ્જુ લાઈવના હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: તમામ માહિતી જાહેરાતમાં વાંચ્યા બાદ, જો કોઈ પ્રશ્ન હોય તો સંસ્થા/વિભાગનો સંપર્ક કર્યા બાદ અરજી કરવા વિનંતી. અહીં આપવામાં આવેલ માહિતીમાં કોઈ ત્રુટિ પણ હોઈ શકે છે.

Leave a Comment