IPR Ahmedabad Recruitment 2024: સરકારી સંસ્થા આઇપીઆર અમદાવાદમાં મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ માટે ભરતી જાહેર

IPR Ahmedabad Recruitment 2024: સરકારી સંસ્થા આઇપીઆર અમદાવાદમાં મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ માટે ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.

IPR Ahmedabad Recruitment 2024 | Institute for Plasma Research Ahmedabad Recruitment 2024

સંસ્થા/વિભાગનું નામપ્લાઝ્મા સંશોધન સંસ્થા
પદોના નામવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ27 ઓગસ્ટ 2024
ઓફિશિયલ વેબસાઈટhttps://www.ipr.res.in/

મહત્વની તારીખો:

પ્લાઝ્મા સંશોધન સંસ્થાની ભરતીની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નોટિફિકેશન 29 જુલાઈ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીની અરજી કરવાની શરૂવાત 29 જુલાઈ 2024 ના રોજથી થઈ ચુકેલ છે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવેલ છે.

નોકરીનું સ્થળ:

પ્લાઝ્મા સંશોધન સંસ્થા અમદાવાદની ભરતીની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માટે નોકરીનું સ્થળ અમદાવાદ, ગુજરાત રાજ્યમાં જ રહેશે.

પદોના નામ:

પ્લાઝ્મા સંશોધન સંસ્થા અમદાવાદ દ્વારા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (એમટીએસ) ના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

પ્લાઝ્મા સંશોધન સંસ્થા અમદાવાદ દ્વારા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (એમટીએસ) ના પદો પર કુલ 27 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને માસિક રૂપિયા 18,000 વેતન ચુકવવામાં આવશે તેની સાથે તમને મકાન ભાડું ભથ્થું જેવા લાભો પણ મળવાપાત્ર રહેશે.

વયમર્યાદા:

ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારના નિયમો મુજબ આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 02 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે ત્યારબાદ ઉમેદવારની કામગીરી સંતોષકારક લગતા આ સમયગાળો વધારવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

IPR અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક જરૂરી છે એટલે કે કોઈપણ કોર્સથી ગ્રજ્યુએટ થયેલ વ્યક્તિ આ ભરતીમાં અરજી કરી શકે છે. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.

અરજી ફી:

પ્લાઝ્મા સંશોધન સંસ્થા અમદાવાદની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે એસસી, એસટી, મહિલા, પીડબલ્યુબીડી, ઈડબલ્યુએસ તથા એક્સ-સર્વિસમેન ઉમેદવારોને અરજી ફી ચુકવવાની રહેશે નહિ તેઓ વિનામૂલ્યે અરજી કરી શકે છે જયારે આ સિવાયના તમામ અરજદારોએ અરજી ફી પેટે રૂપિયા 200 ચૂકવવાના રહેશે.

અરજી પ્રક્રિયા:

  • IPR અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે જેની લિંક www.ipr.res.in છે.
  • આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે માંગવામાં આવેલ તમામ જરૂરી માહિતી જેવી કે પૂરું નામ, જાતિ, માતાનું નામ, પિતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, ભણતરની માહિતી વગેરે વિગતો ભરો.
  • હવે માંગવામાં આવેલ ફૉર્મટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી જમા કરો તથા ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ત્યારે આ અરજી ફોર્મની જરૂર પડશે એટલા માટે ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

હાલમાં ચાલતી નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય વાંચો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ગુજ્જુ લાઈવના હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment