IOCL Gujarat Recruitment 2024: ઈન્ડિયન ઓઈલની ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં 475+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

IOCL Gujarat Recruitment 2024: ઈન્ડિયન ઓઈલની ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં 475+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.

IOCL Gujarat Recruitment 2024 | Indian Oil Corporation Limited Gujarat Recruitment 2024

સંસ્થા/વિભાગનું નામઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ
પદોના નામવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2024
ઓફિશિયલ વેબસાઈટhttps://iocl.com/

મહત્વની તારીખો:

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ભરતીની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નોટિફિકેશન 22 જુલાઈ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીની અરજી કરવાની શરૂવાત 22 જુલાઈ 2024 ના રોજથી થઈ ચુકેલ છે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવેલ છે.

નોકરીનું સ્થળ:

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ ભરતીની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઓલ ઇન્ડિયા નોકરી હોવાથી નોકરીનું સ્થળ ગુજરાત તથા ભારતના કોઈ અન્ય રાજ્યમાં રહેશે.

પદોના નામ:

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ, જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ, એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ તથા ટેક્નિકલ અટેન્ડન્ટના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરાયેલ આ ભરતીમાં કઈ પોસ્ટ પર કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામખાલી જગ્યા
જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ379
જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ21
એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ 38
ટેક્નિકલ અટેન્ડન્ટ29
કુલ ખાલી જગ્યા476

વયમર્યાદા:

ભારતીય તેલ નિગમ લિમિટેડની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 26 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારના નિયમો મુજબ આ ભરતીમાં આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

ભારતીય તેલ નિગમ લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન પરીક્ષા તથા ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

ભારતીય તેલ નિગમ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટધોરણ-10 પાસ અથવા ડિપ્લોમા
જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટબી.એસ.સી
એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ ડિપ્લોમા
ટેક્નિકલ અટેન્ડન્ટધોરણ-10 પાસ અથવા આઈ.ટી.આઈ

અરજી ફી:

IOCLની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે સામાન્ય, ઈડબલ્યુએસ તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરવા માટે રૂપિયા 300 અરજી ફી પેટે ચૂકવવાના રહેશે જયારે અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી માં રાહત આપવામાં આવેલ છે.

અરજી પ્રક્રિયા:

  • IOCLની આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે જેની લિંક www.iocl.com છે.
  • આ વેબસાઈટ પર ગયા પછી “કરિયર” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો. ત્યારબાદ “એપ્લાય” બટન પર ક્લિક કરો.
  • હવે માંગવામાં આવેલ તમામ જરૂરી માહિતી જેવી કે પૂરું નામ, જાતિ, માતાનું નામ, પિતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, ભણતરની માહિતી વગેરે વિગતો ભરો.
  • હવે માંગવામાં આવેલ ફૉર્મટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી અરજી ફી ચૂકવો.
  • હવે અરજી જમા કરો તથા ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ત્યારે આ અરજી ફોર્મની જરૂર પડશે એટલા માટે ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

હાલમાં ચાલતી નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય વાંચો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ગુજ્જુ લાઈવના હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: તમામ માહિતી જાહેરાતમાં વાંચ્યા બાદ, જો કોઈ પ્રશ્ન હોય તો સંસ્થા/વિભાગનો સંપર્ક કર્યા બાદ અરજી કરવા વિનંતી. અહીં આપવામાં આવેલ માહિતીમાં કોઈ ત્રુટિ પણ હોઈ શકે છે.

Leave a Comment