GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 115+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.
GSSSB Recruitment 2024 | Gujarat Subordinate Service Selection Board Recruitment 2024
સંસ્થા/વિભાગનું નામ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પદોના નામ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 31 ઓગસ્ટ 2024 |
ઓફિશિયલ વેબસાઈટ | https://gsssb.gujarat.gov.in/ |
મહત્વની તારીખો:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નોટિફિકેશન 09 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીની અરજી કરવાની શરૂવાત 16 ઓગસ્ટ 2024 ના રોજથી થઈ ચુકેલ છે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવેલ છે.
નોકરીનું સ્થળ:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માટે નોકરીનું સ્થળ ગુજરાત રાજ્યમાં જ રહેશે.
અરજી ફી:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 500 તથા અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 400 ચૂકવવાના રહેશે.
પદોના નામ:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવરના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવરના પદ માટે કુલ 117 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ:
ગુજરાત સબઓર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને પ્રથમ ત્રણ વર્ષ માટે માસિક રૂપિયા 26,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ તમને સરકારના નિયમો મુજબ પગારવધારો કરવામાં આવશે.
વયમર્યાદા:
ગુજરાત સબઓર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારના નિયમો મુજબ મહિલા, ઓબીસી, એસસી, એસટી તથા વિકલાંગ ઉમેદવારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા:
ગુજરાત સબઓર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા ત્યારબાદ શારીરિક ક્ષમતા કસોટી દ્વારા કરવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
GSSSBની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ માંગવામાં આવેલ છે તથા અન્ય લાયકાત તેમજ વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.
અરજી પ્રક્રિયા:
- GSSSB આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે જેની લિંક www.gsssb.gujarat.gov.in છે.
- આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- હવે માંગવામાં આવેલ તમામ જરૂરી માહિતી જેવી કે પૂરું નામ, જાતિ, માતાનું નામ, પિતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, ભણતરની માહિતી વગેરે વિગતો ભરો.
- હવે માંગવામાં આવેલ ફૉર્મટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે અરજી જમા કરો તથા ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ત્યારે આ અરજી ફોર્મની જરૂર પડશે એટલા માટે ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
હાલમાં ચાલતી નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય વાંચો:
- સરકારી સંસ્થા આઇપીઆર અમદાવાદમાં મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ માટે ભરતી જાહેર
- ઈન્ડિયન ઓઈલની ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં 475+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
- મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનમાં 200+ ખાલી જગ્યાઓ પર નવી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ગુજ્જુ લાઈવના હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |