Indian Air Force Recruitment 2024: ભારતીય વાયુસેનામાં ક્લાર્ક, ટાઇપીસ્ટ તથા ડ્રાઈવરની કુલ 180+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

Indian Air Force Recruitment 2024: ભારતીય વાયુસેનામાં ક્લાર્ક, ટાઇપીસ્ટ તથા ડ્રાઈવરની કુલ 180+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.

Indian Air Force Recruitment 2024 | Bhartiya Sena Bharti 2024

સંસ્થા/વિભાગનું નામભારતીય વાયુસેના
પદોના નામવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ01 સપ્ટેમ્બર 2024
ઓફિશિયલ વેબસાઈટhttps://indianairforce.nic.in/

મહત્વની તારીખો:

ભારતીય વાયુસેના ભરતીની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નોટિફિકેશન 01 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીની અરજી કરવાની શરૂવાત 01 ઓગસ્ટ 2024 ના રોજથી થઈ ચુકેલ છે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ 01 સપ્ટેમ્બર 2024 નક્કી કરવામાં આવેલ છે.

નોકરીનું સ્થળ:

ભારતીય વાયુસેના ભરતીની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માટે નોકરીનું સ્થળ ભારતમાં કોઈપણ સ્થળે રહેશે.

અરજી ફી:

ભારતીય વાયુસેના ભરતીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના અરજદારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેશે નહિ તેથી લાયકાત ધરાવતા તમામ લોકોથી નિઃશુલ્ક અરજી જમા કરાવી શકાશે.

પદોના નામ:

ભારતીય વાયુસેના દ્વારા લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC), ટાઇપીસ્ટ તથા ડ્રાઈવરના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ભારતીય વાયુસેના દ્વારા લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)ની 157, ટાઇપીસ્ટની 18 તથા ડ્રાઈવરની 07 આમ કુલ 182 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

ઇન્ડિયન એર ફોર્સની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને તમામ પોસ્ટ પર માસિક રૂપિયા 19,900 થી લઈ 63,200 સુધી વેતન ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

ઇન્ડિયન એર ફોર્સની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારના નિયમો મુજબ મહિલા, ઓબીસી, એસસી, એસટી તથા વિકલાંગ ઉમેદવારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

ઇન્ડિયન એર ફોર્સનીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવામાં આવશે તે પ્રક્રિયા તમે નીચે મુજબ જોઈ શકો છો.

  • લેખિત પરીક્ષા
  • સ્કિલ ટેસ્ટ અથવા પ્રેક્ટિકલ ટેસ્ટ અથવા શારીરિક કસોટી
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા (મેડીકલ એક્ષામીનેશન)

શેક્ષણિક લાયકાત:

ઇન્ડિયન એર ફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) ધોરણ – 12 પાસ તથા અન્ય
ટાઇપીસ્ટ ધોરણ – 12 પાસ તથા અન્ય
ડ્રાઈવરધોરણ – 10 પાસ તથા અન્ય

અરજી પ્રક્રિયા:

  • ઇન્ડિયન એરફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે જેની લિંક www.indianairforce.nic.in છે.
  • અહીં તમને જાહેરાત જોવા મળી જશે તેમાં તમે અરજી કરવા લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાશો.
  • જો તમે અરજી કરવા માટેની લાયકાત ધરાવો છો તો જાહેરાતની નીચે તમને અરજી ફોર્મ જોવા મળી જશે એની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ અરજી ફોર્મમાં માંગવામાં આવેલ તમારી સંપૂર્ણ વિગતો ભરી દો તથા જરૂરી દસ્તાવેજો આ અરજી ફોર્મ સાથે જોડી દો.
  • હવે આ અરજી ફોર્મ ને ઇન્ડિયા પોસ્ટ ના માધ્યમથી સંસ્થાના સરનામે મોકલી દો.
  • અરજી કરવાના યુનિટ ભારતમાં અલગ અલગ સ્થળે છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો. તમે તમારા નજીકના યુનિટ પર અરજીફોર્મ પહોંચાડી શકો છો.

હાલમાં ચાલતી નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય વાંચો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
ગુજ્જુ લાઈવના હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment